ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સત્ર 1 પ્રકરણ : 1 ચાલો ઇતિહાસ જાણીએ

1.           ચાલો ઈતિહાસ જાણીએ



·       વિદ્યાર્થી મિત્રો, પાઠનું વાચન કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો.

 

(1)               ઈતિહાસ જાણવાના સ્રોતો જણાવો.

જવાબ :       પ્રાચીન સ્થળો પર મળી આવતા તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કાઓ વગેરે ઈતિહાસ જાણવાનાં સ્રોતો છે.

(2)               પ્રાચીન સમયમાં માનવી લખાણ લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો?

જવાબ :           પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયાગ કરતો હતો.

(3)               તાડપત્રો એટલે શુ ?

જવાબ :           તાડના વૃક્ષના પર્ણ (પાન) પર લખાયેલી હસ્તપ્રતોને તાડપત્રો કહે છે.

(4)               ભોજપત્રો એટલે શુ ?

જવાબ :           હિમાલયમાં થતા ભૂર્જ નામનાં વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતોને ભોજપત્ર કહે છે.

(5)               તાડપત્રો અને ભોજપત્રોમાંથી આપણને કોના વિશે જાણવા મળેછે?

જવાબ :           તાડપત્રો અને ભોજપત્રોમાંથી આપણને ભારતનાં પ્રાચીન યુગનાં માનવી વિશે જાણવા મળે છે.

(6)               પ્રાચીન હસ્તપ્રતો ક્યાં સચવાયેલી છે?

જવાબ :           પ્રાચીન હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે.

(7)               પ્રાચીન હસ્તપ્રતોમાં લખાણો કઈ ભાષામાં લખેલા હોય છે?

જવાબ :           પ્રાચીન હસ્તપ્રતોમાં લખાણો સંસ્કૃત, પ્રાકૃત અને તમીલ ભાષામાં મળે છે.

(8)               તાડપત્રો અને ભોજપત્રોમાંથી આપણને શું (શેના વિશે)માહિતી મળેછે?

જવાબ :     તાડપત્રો અને ભોજપત્રોમાંથી આપણને પ્રાચીન સમયનાં માનવીનાં ધાર્મિક રીત-રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, ભાષા, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળેછે.

(9)               અભિલેખો કોને કહેવાય ?

જવાબ :           શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે.

(10)          અભિલેખો દ્વારા શું જાણવા મળે છે?

જવાબ :           અભિલેખો દ્વારા રાજાઓના આદેશો, રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી મળે છે.

(11)          તામ્રપત્રો એટલે શું?

જવાબ :           તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર.

(12)          તામ્રપત્રો પર રાજાઓ શું કોતરાવતા હતા?

જવાબ :           તામ્રપત્રો પર રાજાઓ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી કોતરાવતા હતા.

(13)          ગુજરાતમાં તામ્રપત્રો ક્યાં સચવાયેલા છે?

જવાબ :      ગુજરાતમાં તામ્રપત્રો પાટણમાં હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી(ઉત્તર ગુજરાત), અમદાવાદની એલ.ડી. ઇન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડોલોજી, નવરંગપુરા, ભો.જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા (ગાંધીનગર)માં સચવાયેલા છે.

(14)          સિક્કાઓ દ્વારા આપણને કઈ કઈ માહિતી મળે છે?

જવાબ :           સિક્કાઓ દ્વારા આપણને રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ વિગેરે તથા સમયની માહિતી મળે છે.

(15)          કયા સિક્કા સૌથી જૂના સિક્કા છે?

જવાબ :           પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે.                           

(16)          પંચમાર્ક સિક્કા કોને કહેવાય?

જવાબ :           ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે.

(17)          ઈતિહાસ કે માનવસમાજનો ભૂતકાળ જાણનાર વ્યક્તિને શું કહેવાય?

જવાબ :      ઈતિહાસ કે માનવસમાજનો ભૂતકાળ જાણનાર વ્યક્તિને પુરાત્વશાસ્ત્રીઓ (Archaeologist) કહેવાય છે.

(18)          પુરાતત્વશાસ્ત્રીઓ શું કાર્ય કરે છે?

જવાબ :       પુરાતત્વશાસ્ત્રીઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન(ખોદકામ) કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે.

(19)       કયા પ્રવાસીઓના પ્રવાસવર્ણનમાંથી આપણને જે-તે દેશના ઈતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે?

જવાબ :          મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઅન શ્વાંગ વગેરે પ્રવાસીઓના પ્રવાસવર્ણનમાંથી આપણને જે-તે દેશના ઈતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે.

(20)          ભાતમાં કઈ નદીનાં કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે?

જવાબ :           ભાતમાં સિંધુ નદીનાં કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે.

(21)          આપણાં દેશને આપણે કયા-કયા નામથી ઓળખીએ છીએ?

જવાબ :           આપણાં દેશને આપણે ઈન્ડિયા અને ભારત એવા બે નામોથી ઓળખીએ છીએ.

(22)          ઈન્ડીયા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે?

જવાબ :           ઈન્ડિયા શબ્દ ઈન્ડસ પરથી ઉતરી આવ્યો છે.

(23)          ઈન્ડસ શબ્દને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે?

જવાબ :           ઈન્ડસ શબ્દને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે.

(24)          ભારત એવું નામ આપણને કયા વેદમાંથી જાણવા મળેછે?

જવાબ :           ભારત એવું નામ આપણને ઋગ્વેદમાંથી જાણવા મળે છે.

(25)          ભારત દેશનું નામ કોના ઉપરથી પડ્યુ?

જવાબ :           ભારત દેશનું નામ ભરત નામના માનવ સમૂહ પરથી પડ્યુ.

(26)          ખ્રિસ્તી ધર્મનાં સ્થાપક કોણ હતા?

જવાબ :           ખ્રિસ્તી ધર્મનાં સ્થાપક ઈસુ ખ્રિસ્ત હતા.

(27)          ઈસવીસન એટલે શું?

જવાબ :           ખ્રિસ્તી ધર્મનાં સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે, તેને ઈસવીસન કહેવાય છે. 

(28)          ભારતમાં આપણે કઈ સાલવારીનો ઉપયોગ કરીએ છીએ? શા માટે ?

જવાબ :          ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ ભારતમાં પણ આપણે ઈસવીસન સાલવારીનો ઉપયાગ કરીએ છીએ.

(29)          B.C. નો અર્થ સમજાવો.

જવાબ :        B.C. -Before Christ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો. તેને આપણે ઈસવીસન પૂર્વે કહીએ છીએ.

(30)          A.D.નો અર્થ સમજાવો.

જવાબ :         A.D. – Anno Domini એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછાના વર્ષો. તેને આપણે ઈસવીસન કહીએ છીએ.

 

-: સ્વાધ્યાય :-

1.         નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો.

            (1)       પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો?

                        (A) કાપડ                                  (B) કાગળ

(C) ભૂર્જ વૃક્ષની આંતર છાલ      (D) ચામડું

            (2)       નીચેના પૈકી કયો પ્રાચીન ઈતિહાસ જાણવા માટેનો સ્રોત નથી?

                        (A) અભિલેખો              (B) તામ્રપત્રો                 (C) ભોજપત્રો               (D) વાહનો

            (3)       નીચેનામાંથી કયા લખણો લાંબા સમય સુંધી ટકી રહે છે?

                        (A) અભિલેખો                          (B) કાગળ પરનાં લખાણ

(C) કાપડ પરના લખાણ            (D) વૃક્ષના પાન પર લખેલ લખાણ

2.         ટૂંકમાં ઉત્તર આપો.

(1)       B.C. નો અર્થ સમજાવો.

જવાબ :         B.C. -Before Christ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો. તેને આપણે ઈસવીસન પૂર્વે કહીએ છીએ.

(2)               A.D.નો અર્થ સમજાવો.

જવાબ :         A.D. – Anno Domini એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછાના વર્ષો. તેને આપણે ઈસવીસન કહીએ છીએ.

(3)               B.C.E એટલે શુ?

જવાબ :       B.C.E એટલે Before common Era (સામાન્ય કે સાધારણ યુગપૂર્વે).

(4)               ભારતના સૌથી જૂના સિક્કા કયા છે?

જવાબ :           પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે.

(5)               ઈતિહાસ જાણવાના સ્રોતો કયા-કયા છે?

જવાબ :         પ્રાચીન સ્થળો પર મળી આવતા તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કાઓ વગેરે ઈતિહાસ જાણવાનાં સ્રોતો છે.


 

3.         વિભાગની વિગતો વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો.

જવાબ :                                                                  

                        (1)       અભિલેખ                      (e)        પથ્થર કે ધાતુ પર કોતરેલુ લખાણ.

                        (2)       ભોજપત્ર                       (c)        ભૂર્જ નામના વૃક્ષની છાલ.

                        (3)       તામ્રપત્ર                                    (d)       તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ.

                        (4)       B.C.                             (a)        ઈ.સ. પૂર્વે.

                        (5)       A.D.                             (b)       ઈસવીસન.

                     Click Here to Download PDF File

ôôôôôôôôô

શ્વેતકેતુ એલ. ચૌહાણ

પે સેન્ટર કુમાર શાળા નં.4, ધોળકા


Comments

Popular posts from this blog

Hindi sem 2 STD 7 2. HUM BHI BANE MAHAN | 2. हम भी बने महान

varno ka vargikaran | वर्णो का वर्गीकरण

shabd kosh ka kram in Hindi | शब्दकोश का क्रम